¡Sorpréndeme!

ઇડરમાં કોંગ્રેસના ઉમેદવારનું સોગંધનામું: જીતશે તો ખનન તાત્કાલિક બંધ કરાવશે

2022-12-03 185 Dailymotion

વિધાનસભા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં ઇડર વિધાનસભામાં કોગ્રેસના ઉમેદવારે ચોંકાવનારો દાવો કર્યો હતો.

ગઢને લઈને કોગ્રેસના ઉમેદવાર રામભાઇ સોલંકીનું સોગંધનામું કર્યુ હતું. તેમાં તેમણે કહ્યું કે જીતશે તો ખનન તાત્કાલિક અસરથી બંધ કરાવશે. મતદાનના બે દિવસ અગાઉ કોગ્રેસે સોગંધનામું કરી લોકોનો વિશ્વાસ જીતવા પ્રયાસ કર્યો.
નોટરી કરેલું સોગંધનામું સોશીયલ મીડીયામાં વાઇરલ થયું છે.