¡Sorpréndeme!

કોંગ્રેસના ઉમેદવારે મત માંગવા લીધો બાર ડાન્સરનો સહારો, વિવાદ વકર્યો

2022-12-03 916 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને બે દિવસ બાકી છે ત્યાં ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં બરાબરના લાગી ગયા છે. ત્યારે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં યુપી જેવો માહોલ જોવા મળ્યો છે. બોરસદના દાવોલ ગામનો વીડિયો વાયરલ થયો છે. પ્રચાર દરમિયાન મતો માગવા બાર ડાન્સર બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પરમારે બાર ડાન્સર બોલાવ્યાની વાત છે. ડાન્સરને જોઈ યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા.સ્ટેજ પર કોગ્રેસના બોરસદના ઉમેદવારના પોસ્ટર જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.