¡Sorpréndeme!

બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સ્ટાર પ્રચારકો મેદાનમાં

2022-12-03 311 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષો દિવસ-રાત દોડધામ કરી પ્રચાર કરી રહ્યા છે. જાહેર પ્રચારના ભુંગળા શાંત થવાનું નામ લેતા નથી. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કાનું મતદાન આગામી 5મી ડિસેમ્બરે યોજાશે. બીજા તબક્કાની ચૂંટણીના અંતિમ દિવસો બાકી છે ત્યારે દરેક પક્ષો એડી ચોટીના જોર લગાવી પ્રચારમાં લાગી ગયા છે. આજે સાંજે 5 વાગતા જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોનું ફોક્સ મતદાન પર હશે.