ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અને એક તરફ બીજા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજકીય પક્ષોના અનેક સ્ટાર પ્રચારકો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ભવ્ય રોડ શૉ કર્યો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલની જેમ જ ફરી અમદાવાદમાં દમદાર પ્રચાર શરૂ કર્યો છે. તેમનો ભવ્ય રોડ શૉ ચાલી રહ્યો છે. આજે સાંજે 6.30 વાગે રોડ શૉ શરૂ થયો છે. ખાનપુરથી શરૂ કરીને સરસપુર સુધી રોડ શૉ ચાલી રહ્યો છે. અમદાવાદ શહેરની બેઠકો આવરી લેવાય એ રીતે PMના રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે.