¡Sorpréndeme!

સુરત શહેર સહિત જિલ્લાની 16 બેઠક પર 2017 કરતાં ઓછું મતદાન

2022-12-02 207 Dailymotion

વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીના આંકડા આ વખતે પણ ઘટ્યા છે. મતદારોના અકળ વલણ વચ્ચે સુરત શહેર-જિલ્લામાં કુલ મતદાનની ટકાવારી તબક્કાવાર ઘટી છે. 2017ની તુલનાએ સુરતમાં મતદારોની કુલ સંખ્યામાં 7,17,081નો વધારો થયો છે. આમ છતાં મતદાનની ઓવરઓલ ટકાવારીમાં 5.08 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સુરતમાં મતદાનનો સતત નીચે સરકી રહેલો ગ્રાફ લોકશાહી માટે ચિંતાનો તો રાજકીય પક્ષો માટે મનોમંથનનો વિષય બની ચૂક્યો છે.