ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાતમાં જંગી સભાઓ કરી રહ્યા છે. આજે PM મોદીએ પાલીતાણામાં સભાને સંબોધન કર્યું હતું. જ્યાંથી તેઓએ અંજારમાં સભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેઓએ જામનગરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. જ્યાં સભાને સંબોધન કરી રાજકોટ જવા રવાના થયા છે.