¡Sorpréndeme!

શ્રદ્ધાના હત્યારા આફતાબનું સુરત કનેકશન ખૂલ્યું, ડ્રગ પેડલરની ધરપકડ

2022-11-28 527 Dailymotion

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આફતાબ સાથે જોડાયેલા ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ પેડલર સુરતનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડ્રગ પેડલર મોમીનની ધરપકડ કરી છે. ફૈઝલ મોમીન આફતાબને ડ્રગ પહોંચાડતો હોવાની વાત સામે આવી છે. ફૈઝલ મોમીનના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની 4 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પાંડેસરા અને અમરોલીમાં 4 કરોડના ડ્રગ કેસમાં ફૈઝલની મુંબઈથી ધરપકડ થઈ હતી. ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં છે.