¡Sorpréndeme!

કોંગ્રેસનાં ઉમેદવાર દરિયો તરીને ચાંચબંદર પહોંચ્યા, ભાજપે નાટકબાજીનાં નારા લગાવ્યા

2022-11-28 314 Dailymotion

રાજુલા વિધાનસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર અમરીશ ડેરે વિકટરની ખાડી ઉપર પુલ બનાવવાની માંગણી સાથે વિકટર જેટીથી 300 મીટર દરિયામાં તરતા-તરતા ચાંચબંદર પહોંચ્યા હતા તો બીજી તરફ ભાજપ નાટકબાજીના નારા લગાવ્યા હતા.

વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારના નવતર કિમીયાઓ અજમાવતા હોય છે ત્યારે 98 વિધાનસભા રાજુલા જાફરાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર દ્વારા વિકટરથી ચાંચ બંદર સુધીનો 350 મીટરનો દરિયાઈ પુલ ન બનતો હોવાને કારણે વિક્ટર દરિયાકાંઠેથી ડૂબકી લગાવીને ચાંચ બંદરના સામા છેડા સુધી 350 મીટરનો દરિયામાં તરતા તરતા અંતર કાપીને પ્રચાર પ્રસારનો શુભારંભ કરતા ચાંચબંદર વાસીઓએ ધારાસભ્ય ધારાસભ્યો અમરીશ ડેરનું સ્વાગત કરીને અંબરીશ ડેર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથેના નારા નાખવામાં આવ્યા હતા.