¡Sorpréndeme!

ગાંધીનગર દક્ષિણ બેઠકને લઈ મહત્ત્વની બેઠક

2022-11-27 188 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે દરેક રાજકીય નેતાઓ રાજ્યમાં અનેક જગ્યાએ જાહેરસભાઓ ગજવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તેમના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં વિધાનસભા બેઠક ગાંધીનગર (ઉત્તર) અને ગાંધીનગર (દક્ષિણ)ના ઉમેદવારના સમર્થનમાં સેક્ટર 21 ખાતે મહત્ત્વની બેઠક બોલાવી છે. ગાંધીનગર (ઉત્તર)ના ઉમેદવાર રીટાબેન પટેલ અને ગાંધીનગર (દક્ષિણ)ના ઉમેદવાર અલ્પેશ ઠાકોર બેઠકમાં હાજર છે. ગાંધીનગર શહેર ભાજપના હોદ્દેદારોને પણ બોલાવવામાં આવ્યા છે.