¡Sorpréndeme!

ધારી બેઠકના ભાજપ ઉમેદવાર જે.વી.કાકડીયા સામે રોષ

2022-11-26 1 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. જો કે ચૂંટણી વખતે જ મત માગવા આવી પડતા નેતાઓ સામે કેટલાક સ્થળે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ રોષના કારણે ઘણીવાર નેતાઓએ સભાઓ પણ અધુરી છોડવી પડે તેવી ઘટનાઓ સામે આવી છે. ધારી ગીરના ગામડામાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારનો વિરોધ થયો હતો.