¡Sorpréndeme!

ચૂંટણી કમિશનરની નિમણૂકમાં ઉતાવળ કેમ: અરુણ ગોયલની નિમણૂક પર SCએ ઉઠાવ્યા સવાલ

2022-11-24 170 Dailymotion

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકની ફાઈલ બેંચને આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી AG આર વેંકટરામાણીએ જજોને ફાઈલો સોંપી છે. AGએ કહ્યું હતું કે, હું આ કોર્ટને યાદ અપાવવા માંગુ છું કે અમે આ અંગે મીની ટ્રાયલ ચલાવી રહ્યા નથી.