¡Sorpréndeme!

આજે PM મોદી ચાર જનસભા સંબોધશે, યોગી-શાહનો પ્રચંડ પ્રચાર

2022-11-23 408 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા ચરણમાં મતદાન ધરાવતા ક્ષેત્રોમાં બુધવારથી ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. બુધવારે તેઓ મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં પ્રચાર સભાઓ સંબોધશે. જ્યારે ગુરૂવારે ગાંધીનગર, વડોદરા અને પાલનપુરમાં ચૂંટણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારકા, કચ્છના રાપર, મોરબીના હળવદમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે સભા સંબોધશે. બાદમાં સાંજે સુરતના વરાછા રોડ મતક્ષેત્રમાં રોડ-શો પણ યોજશે. ગૃહમંત્રી અમિત શાહ સવારે રાજકોટના જસદણમાં, બપોરે સુરેન્દ્રનગરના પાટડીમાં અને સાંજે સુરતના પલસાણામાં ભાજપના પ્રચાર સંમેલનોને સંબોધશે.