¡Sorpréndeme!

ગેરેજના ખુલ્લા પ્લોટમાં રાખેલ કારમાં આગ લાગી

2022-11-20 176 Dailymotion

રાજકોટ-ગોંડલ રોડ પર આવેલ ગેરેજમાં આગ લાગી હતી. ગેરેજની બાજમાં ખુલ્લી જગ્યામાં રાખેલ 4થી વધુ ગાડીઓમાં આગ લાગી હતી. ખુલ્લી જગ્યામાં વેલ્ડીંગ કામ કરતા તણખાં ઝરવાથી આગ લાગી હતી. તણખાંથી આગ એટલી વિકરાળ બની હતી કે ત્યાં રહેલી ચારથી વધુ ગાડીઓમાં આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ કરતાં જ ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.