ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ડભોઈ તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રચારથી દુર રહીને નારાજગી દર્શાવી હતી અને કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ કર્યો હતો કે સ્થાનિકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. તેમજ આદિવાસીઓના વિકાસ માટે સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તે ગ્રાન્ટનો પણ કોંગ્રેસના નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવતો નથી. જેથી ભાજપના નેતા શૈલેષ મહેતાના હસ્તે કેસરીયો ખેસ પહેરીને ડભોઈના 500 કોંગ્રેસ સભ્યોએ પક્ષપલટો કર્યો હતો.