¡Sorpréndeme!

જીતુ વાઘાણીએ પોતાના મતવિસ્તારમાં આજથી પ્રચારના શ્રીગણેશ કર્યા

2022-11-19 396 Dailymotion

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બર મતદાન યોજાશે. ત્યારે દરેક પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. ભાવનગર શહેરની પશ્ચિમ વિધાનસભા બેઠક 105ના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ આજથી પોતાના મત ક્ષેત્રમાં પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધો છે. શહેરના વડવા વિસ્તારમાં આજે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે જીતુ વાઘાણીએ બાઇક તેમજ કાર રેલી સાથે જનસંપર્ક શરૂ કર્યો છે. જનતા સમક્ષ ભાજપે કરેલા વિકાસના કાર્યોનો પ્રચાર કરી આજથી જીતુ વાઘાણી પશ્ચિમ મતવિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં લોકો પાસે મત માંગશે.