¡Sorpréndeme!

દ્વારકા બેઠકના ઉમેદવાર પબુભા માણેકનો બફાટ કરતો વીડિયો વાયરલ

2022-11-19 870 Dailymotion

દ્વારકા વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો બફાટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પબુભા માણેક ચૂંટણી પ્રચાર દરમિયાન મતદાર દ્વારા સવાલ કરતા ગુસે ભરાયા હતા.

પબુભા માણેકે પ્રચાર દરમ્યાન બે ઠોકી દયો તેવા શબ્દોનો ઉચ્ચાર કર્યો હતો. મતદારને પ્રચાર મીટિંગમાંથી નીકળી જવા ધમકાવ્યો હતો. આ વીડિયો જૂનો હોવાનું મનાઇ રહ્યું છે પણ આ પબુભાનો વીડિયો ટેગ કરી ને કોંગ્રેસના નેતા પાલ આંબલીયાએ લોકોને આ ચૂંટણીમાં વિચારીને મતદાન કરવા અપીલ કરી હતી.