¡Sorpréndeme!

વોટ આપવો હોય તો આપો ન આપવો હોય તો કંઈ નહીં: અશ્વિન કોટવાલ

2022-11-19 1,024 Dailymotion

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલે મતદારોને ઉડાઉ જવાબ આપ્યો છે. અશ્વિન કોટવાલે કહ્યું કે હું તમને જવાબ આપવા બંધાયેલો નથી, વોટ આપવો હોય તો આપો ના આપવો હોય તો કંઈ નહિં.

ખેડબ્રહ્મા જિલ્લાના વિજયનગર તાલુકામાં જોરાવરનગર ગામે પ્રચાર દરમ્યાન સ્થાનિકના વિરોધથી કોટવાલ અકળાયા. પ્રજાલક્ષી કે વિકાસના કોઈ કામો ગામમાં કેમ થયા નથી એવો પ્રશ્ન પૂછતા કોટવાલ અકળાયા હતા. પ્રશ્ન પૂછનાર મતદારને કોટવાલે કહ્યું હું જવાબ આપવા બંધાયેલો નથી.

ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અશ્વિન કોટવાલે રાજીનામું આપી મે મહિનામાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા.