ખંભાતમાં ભાજપા પાર્ટી દ્વારા મયુર રાવલને ટિકિટ ફાળવતા ભાજપના કાર્યકરોમાં નારાજગી વ્યાપી છે. ખંભાતમાં વર્ષોથી ભાજપાના સક્રિય કાર્યકર્તા અને ક્ષત્રિય સમાજમાં આગવું નામ ધરાવતા અમરસિંહ ઝાલાએ ભાજપ સાથે છેડો ફાડી દેતા ખળભળાટ મચી ગયો છે. ઉંદેલના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને વકીલના વ્યવસ્થા સાથે જોડાયેલા અમરસિંહ ઝાલાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.