¡Sorpréndeme!

NCPમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં રેશમા પટેલ 'AAP'ના થયા

2022-11-16 679 Dailymotion

ગુજરાતમાં શરદ પવારની પાર્ટી NCPને આજે ઝાટકો લાગ્યો છે. NCPના ગુજરાત મહિલા અધ્યક્ષા રેશમા પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. રેશમા પટેલને આમ આદમી પાર્ટીના ગુજરાત સહ-પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ સિંહ ચઢ્ઢાએ પાર્ટીની સદસ્યતા આપી. ટિકિટ ના મળવા પર રેશમા પટેલે NCPમાંથી રાજીનામું આપી દીધું હતું.

મીડિયા રિપોર્ટસના મતે રેશમા પટેલ હાર્દિક પટેલની સામે વિરમગામ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. જો કે આમ આદમી પાર્ટીએ વિરમગામ સીટ પરથી ઠાકોર સમાજના નેતા ચંદુજી ઠાકોરને પહેલાં જ ટિકિટ આપી દીધી છે. એવામાં પેશમા પટેલના આવવાથી આપને ઠાકોર સમાજની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.