¡Sorpréndeme!

પાલીતાણા તા.પં.ના ઉપપ્રમુખ દારૂના જથ્થા સાથે ઝડપાયા

2022-11-15 1,031 Dailymotion

પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉનામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. પાલીતાણાથી દારૂનો જથ્થો લેવા દિવ ગયા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ચેતનભાઇ ડાભી હાલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. પોલીસે ગાડી અને દારુનો જથ્થો જપ્ત કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.