પાટડી તાલુકાના પીપળી ગામે તળાવની પાળ પર ઉભેલા સરદારખા ઉર્ફે મોઇનખાન મલેક નામના યુવાન પર ગામના મીરજાન મલેક નામના યુવકે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતર્યો હતો. જેમાં ક્રિકેટ રમવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી લોહીયાળ બની બની હતી.