¡Sorpréndeme!

આવતા વર્ષે ભારત આવશે પાકિસ્તાન ટીમ, અખ્તરે કહ્યું- ભારતમાં ઉઠાવીશું વર્લ્ડકપ

2022-11-14 1,907 Dailymotion

ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વર્લ્ડ કપ 2022નો અંત આવી ગયો છે. રવિવારે (13 નવેમ્બર) પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ઇંગ્લેન્ડની ટીમે 5 વિકેટે જીત મેળવીને બીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ સાથે પાકિસ્તાનનું બીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

પરંતુ હવે પાકિસ્તાની દિગ્ગજો અને ફેન્સને આશા છે કે તેઓ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપમાં ટાઇટલ જીતશે. એટલે કે તે સ્પષ્ટ છે કે તમામ અફવાઓ વચ્ચે પાકિસ્તાનની ટીમ ભારતની મુલાકાત લેવાનું નિશ્ચિત છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ આ આશા જગાવી છે.