¡Sorpréndeme!

બોગસ બિલિંગના નેટવર્કને ડામવા કાર્યવાહી

2022-11-12 843 Dailymotion

ગુજરાતમાં ATS અને GST વિભાગે મોટી કાર્યવાહી કરતા સમગ્ર રાજ્યમાં 205 સ્થળો પર દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ, ભરૂચ, સુરત, ભાવનગર અને જામનગરમાં દરોડા ચાલું છે. એજન્સીઓએ આ દરોડા નકલી બિલોના નામે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં પાડ્યા છે. થોડા દિવસો પહેલા સુરત પોલીસે પણ અંદાજે 500 કરોડ રૂપિયાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.