¡Sorpréndeme!

રોહિત બાદ કોહલી ઇજાગ્રસ્ત, નેટ પ્રેક્ટિસ દરમ્યાન બોલ લાગ્યો

2022-11-09 1,971 Dailymotion

T20 વર્લ્ડકપ સેમીફાઇનલ પહેલાં એક પછી એક ભારતીય ક્રિકેટર્સ ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે. ગઇકાલે કેપ્ટન રોહિત શર્મા થ્રો ડાઉન પ્રેક્ટિસ દરમ્યાન ઇન્જર્ડ થઇ ગયા હતા તો આજે વિરાટ કોહલી પણ ઘાયલ થયા. બોલ એટલો જોરથી લાગ્યો કે વિરાટ થોડીકવાર માટે પ્રેક્ટિસ પિચ પર જ બેસી ગયા. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ વિરાટની ઇન્જરી અપડેટ પર વાત કરી રહ્યા છે. કેટલાંક લોકો સામાન્ય ઘટનાની જેમ જોઇ રહ્યા છે તો કેટલાંક ઇજાને ગંભીર ગણાવી રહ્યા છે.

કયાં અને કેવી રીતે ઇજા થઇ?
એડિલેડ ઓવલ મેદાન પર ભારતીય સમયાનુસાર ટીમ ઇન્ડિયા બપોરના પ્રેક્ટિસ કરવા પહોંચ્યું હતું. આ દરમ્યાન હર્ષલ પટેલનો બોલ લાગવાથી વિરાટને ગ્રોઇનમાં ઇન્જરી થઇ ગઇ. ત્યારબાદ તેઓ નેટસમાંથી જતા રહ્યા. જો કે ત્યારબાદ સમાચાર આવ્યા કે વિરાટ કોહલી હાલ સ્વસ્થ છે અને તેમણે ફેન્સની સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી છે.