વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપમાં રસાકસી જોવા મળી રહી છે. પરસોત્તમ રૂપાલાએ બે દિવસ અગાઉ સાંકરદા ગામ ખાતે ગુપ્ત બેઠક યોજી હતી. વાઘોડિયા બેઠક માટે પારુલ યુનિવર્સીટીના ચેરપર્સન પારુલ પટેલની ફાઇલ મંગાવવામાં આવી છે.