¡Sorpréndeme!

EWS આરક્ષણ પર સુપ્રીમ કોર્ટમાં ચુકાદો, 10 ટકા અનામત યથાવત રહેશે

2022-11-07 591 Dailymotion

આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચુકાદો સંભળાવાયો છે. EWSમાં સમાવિષ્ટ લોકોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં આપવામાં આવેલ 10 ટકા અનામત યથાવત રહેશે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો.
EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની (Chief Justice UU Lalit) આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવી રહ્યા છે.