ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ગાંધીનગર SBI ઓફિસથી બોન્ડનું વેચાણ કરવામાં આવ્યું છે. વર્ષ 2022માં 114.5 કરોડના બોન્ડ વેચાયા છે. પાંચ વર્ષમાં 343 કરોડના બોન્ડ વેચાયા છે. પરંતુ, RTIમાં પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે એક પણ બોન્ડ વટાવવામાં આવ્યા નથી. ચૂંટણી ફંડ મેળવવાની આ પધ્ધતિ છે. ભાજપને બોન્ડ દ્વારા 65% જેટલું દાન મળ્યું છે.