¡Sorpréndeme!

નડિયાદમાં રિમાન્ડ હોમની સરકારી જમીન પર ગેરકાયદે દુકાનો બનાવી દેવાતાં વિવાદ

2022-11-04 165 Dailymotion

જવાહરનગર વિસ્તારમાં ચિલ્ડ્રન હોમની સરકારી જમીનમાં નગરપાલિકાના બોગસ પરવાનગી પત્રને આધારે દુકાનો બનાવી દેવાઈ હતી. આ બાબતની તપાસ કરવા અને જવાબદારો સામે FIR દાખલ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. સરકારી જમીન પર દુકાનો બની ભાડે પણ અપાઈ છતાં નગરપાલિકાએ ફક્ત નોટિસ આપી સંતોષ માન્યો. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નગરપાલિકા ઓફિસ પહોંચી વિરોધ કર્યો હતો. સમગ્ર કૌભાંડ મામલે કોંગ્રેસે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. આ મામલે ચીફ ઓફિસર રુદ્રેશ હુદળને પૂછતાં જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે આચારસંહિતા શરૂ થઈ ગઈ છે. જેથી હું કંઈ ના કહી શકું તેવું બહાનું આગળ ધરી મૌન સેવી લીધું હતું.