¡Sorpréndeme!

ગુજરાત-હિમાચલ પહેલા દિલ્હી MCD ચૂંટણીનું પરિણામ આવશે

2022-11-04 353 Dailymotion

દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના ચૂંટણી કમિશનર વિજય દેવે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું કે દિલ્હી MCD ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામ 7 ડિસેમ્બરે આવશે. સવારે 8 થી સાંજના 5:30 વાગ્યા સુધી મતદાન થશે. તેમણે કહ્યું કે આજથી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. ચૂંટણી પ્રચાર માટેના હોર્ડિંગ્સ અને બેનરો દૂર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થવાનું છે, ત્યારે દિલ્હી MCDનું પરિણામ 7મીના રોજ જાહેર થઈ જશે.