¡Sorpréndeme!

અમૃતસરમાં શિવસેના નેતાઓ પર ગોળીબાર

2022-11-04 175 Dailymotion

પંજાબના અમૃતસરમાં આજે ગંભીર ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં શિવસેનાના નેતા સુધીર સૂરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યાને પગલે પંજાબનું રાજકારણ ગરમાયું છે. હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે અને ઘટના અંગે તપાસ હાથ ધરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબના અમૃતસરમાં શિવસેના ટકસાલીના રાષ્ટ્રીય વડા અને હિંદુ નેતા સુધીર કુમાર સૂરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોપાલ મંદિર પાસે ધરણા પર બેઠેલા સુધીર સૂરીને બપોરે લગભગ 3.30 વાગ્યે ગોળી મારી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સુધીરને તેમના સાથીઓ તાત્કાલિક એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું છે. હાલ મળતા સમાચારો મુજબ સૂરીના સુરક્ષા કર્મચારીઓ ગોળી મારનારાઓનો પીછો કરી રહ્યા છે.