¡Sorpréndeme!

LRD અને PSIના 8 હજારથી વધુ ઉમેદવારોને નિમણૂક લેવા જોવી પડશે રાહ

2022-11-04 207 Dailymotion

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવતાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. જેને લઈ LRD અને PSIની નિમણુંકને અસર થશે. રાજ્ય સરકારે 29 ઓક્ટોબરે LRD અને PSIના ઉમેદવારોને પસંદગી પત્રો આપ્યા હતા. પરંતુ, નિમણૂક અને મેડિકલ બાકી હતા. જેને લઈ આગામી સમયમાં તેનું આયોજન કરવામાં આવનાર હતું. પરંતુ, ચુંટણી આચાર સંહિતાના કારણે હવે નિમણૂક પત્રો નહી આપી શકાય.