ઈમરાન ખાન લાહોરથી ઈસ્લામાબાદ સુધી કૂચ કરી રહ્યા છે, તે દરમિયાન તેમના પર વજીરાબાદ શહેર નજીક હુમલો થયો. હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે અને ઈમરાન ખાનને પણ જમણા પગમાં ઈજા થઈ છે. હુમલા બાદ ઈમરાન ખાનને બુલેટ પ્રુફ કારમાં ઉતાવળે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.