¡Sorpréndeme!

ભારતના પ્રથમ મતદારે આ વખતે ઘરેથી કર્યું મતદાન, ઉંમર 105 વર્ષ

2022-11-02 129 Dailymotion

હિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થવાનું છે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. દરમિયાન આઝાદી પછી ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીએ બુધવારે કિન્નૌર જિલ્લાના કલ્પામાં તેમના ઘરેથી બેલેટ પેપર દ્વારા પોતાનો મત આપ્યો. વહીવટીતંત્ર દ્વારા તેમના માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને મતદાન કર્યા બાદ નેગીનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જુલાઈ 1917માં જન્મેલા શ્યામ સરન નેગીએ 1951માં સ્વતંત્ર ભારતમાં પોતાનો પહેલો મત આપ્યો હતો.