¡Sorpréndeme!

ઉત્તર કોરિયાએ ધડાધડ 10 મિસાઇલનું પરીક્ષણ કરતા દક્ષિણ કોરિયા થથરી ગયું

2022-11-02 1,139 Dailymotion

દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાએ તેના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર 10 થી વધુ મિસાઇલો છોડી છે. દક્ષિણ કોરિયાની સેનાને કહેવામાં આવ્યું છે કે તેમણે ઉત્તર કોરિયાની ત્રણ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલો શોધી કાઢી છે. આમાંથી એક મિસાઈલ દરિયાઈ સીમાની નજીક પડી હતી. આ મિસાઈલના કારણે દક્ષિણ કોરિયાએ હવાઈ સર્વેક્ષણ સંબંધિત રેડ એલર્ટ રજૂ કરવું પડ્યું હતું. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાએ બુધવારે સવારે વોન્સનના પૂર્વ કિનારેથી આ મિસાઇલો છોડી હતી.

પરમાણુ શસ્ત્રોનો ખતરો
આ મિસાઈલો એવા સમયે છોડવામાં આવી છે જ્યારે ઉત્તર કોરિયાએ અમેરિકા અને દક્ષિણ કોરિયા વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. ઉત્તર કોરિયાએ કહ્યું છે કે આ બંને દેશોને ઈતિહાસની સૌથી મોટી કિંમત ચૂકવવી પડશે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસને વિસ્તારવા બદલ અમેરિકાની ટીકા કરી છે.