¡Sorpréndeme!

વિરાટ કોહલીએ ક્રિસ ગેલનો તોડ્યો રેકોર્ડ, વધુ એક ઈતિહાસ રચવાની તૈયારીમાં

2022-10-27 2,185 Dailymotion

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ધૂઆધાર બેટીંગ યથાવત્ છે. કિંગ કોહલીએ સતત બીજી ફિફ્ટી ફટકારીને રેકોર્ડના મામલામાં 'યુનિવર્સ બોસ' કહેવાતા ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. નેધરલેન્ડ સામેની સિડની મેચમાં કોહલીની બીજી ફિફ્ટી ફટકારી છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા અને નેધરલેન્ડ વચ્ચે ગુરુવારે (27 ઓક્ટોબર) સિડનીમાં મેચ રમાઈ હતી, જેમાં કોહલીએ 37 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જ્યારે આ પહેલા વિરાટ કોહલીએ વર્લ્ડ કપની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે અણનમ અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં નોટઆઉટ રહ્યો છે.