¡Sorpréndeme!

ડાકોર મંદિરમાં ભગવાનને ભવ્ય શણગાર કરાયો, ભક્તોથી ઉભરાયું પરિસર

2022-10-25 425 Dailymotion

યાત્રાધામ ડાકોર મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાયો છે. સોમવારે સવારે મંદિર મંગળા આરતી સમયે ભકતોથી ઊભરાયું હતું. મંગળાઆરતી બાદ શ્રીજીને અભ્યાંગ સ્નાન કરાયું હતું.

ત્યારબાદ દિવાળી શૃંગાર ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીજી સન્મુખ ચોપડા પૂજન કરાયું હતું. રાત્રે 8 કલાકે હાટડી દર્શનનું આયોજન કરાયું હતું. ભગવાનને સુવર્ણ કલમે લેખાં-જોખાં

લખ્યા હતાં. સમગ્ર મંદિર દીપ મળાઓ પ્રજજલિત કરાઈ હતી. મંદિરમાં ચોપડા પૂજન મેનેજર અરવિંદભાઇ મહેતા દ્વારા કરાયું હતું. આ પ્રસંગે મંદિરના રવિન્દ્ર ઉપાધ્યાય, સ્ટાફ ઉપસ્થિત

રહ્યો હતો.