¡Sorpréndeme!

બાંગ્લાદેશમાં 'સિતરંગ' ચક્રવાતનો કહેર, 5નાં મોત, મેઘાલયમાં શાળાઓ બંધ

2022-10-25 332 Dailymotion

બાંગ્લાદેશમાં 'સિતરંગ' ચક્રવાતનો (Sitrang Cyclone) કહેર જોવા મળી રહ્યો છે. સોમવારે મોડી રાત્રે ચક્રવાત સિતરંગના કારણે બાંગ્લાદેશમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા. AFP સમાચાર એજન્સીએ આપત્તિ મંત્રાલયના કંટ્રોલ રૂમના પ્રવક્તા નિખિલ સરકારને ટાંકીને જણાવ્યું હતું કે બરગુના, નરેલ, સિરાજગંજ અને ભોલાના ટાપુ જિલ્લામાંથી મૃત્યુ નોંધાયા છે.