દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજા સાથે ખુશીઓ વહેંચી રહ્યા છે. જોકે નાપાક ઇરાદાઓ સાથે શ્રીનગરમાં તહેવારને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા છે. હકીકતમાં સુરક્ષા દળોને બારામુલ્લા-શ્રીનગર હાઈવે પર સ્થિત અંસારી ટોયોટા ચોક પાસે એક શંકાસ્પદ બેગ મળી જેમાં ગેસ સિલિન્ડર છે. સુરક્ષા દળોએ સાવચેતીના ભાગરૂપે તેને નષ્ટ કરી દીધો છે.