¡Sorpréndeme!

ભાજપને 70થી વધારે બેઠકો નહી મળેઃ જગદીશ ઠાકોર

2022-10-23 112 Dailymotion

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 70થી વધુ બેઠકો નહી મળે. સર્વેમાં ભાજપને 70થી વધુ બેઠકો નથી આવતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ભાજપના મોટા નેતાઓ કોંગ્રેસમાં જોડાય છે. જ્યારે અમારા સામાન્ય કાર્યકર ભાજપમાં જોડાય તો મોટું સ્વરૂપ આપે છે. કોંગ્રેસમાં વિચારધારાથી પ્રેરિત લોકો જોડાય છે.