¡Sorpréndeme!

T20 વર્લ્ડકપ : આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, કંઈ ટીમનું પલડું ભારે ?

2022-10-22 1,140 Dailymotion

રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ રવિવારે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે રમીને આઇસીસી T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે. આઇસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય નહીં હારવાની પરંપરા 2021માં તૂટયા બાદ હતાશ થયેલી ભારતીય ટીમ સુપર-12 તબક્કામાં પોતાના પ્રથમ મુકાબલામાં પાકિસ્તાનને હરાવીને કરોડો દેશવાસીઓને દિવાળીની વિજયરૂપી ભેટ આપવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. આ મહામુકાબલામાં વરસાદ વિલનની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે પરંતુ પૂરી મેચ રદ થાય તેવી ઓછી સંભાવના છે. ટોસ જીતનાર સુકાની પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરે તેવી સંભાવના છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમ અત્યાર સુધી છ વખત આમનેસામને થઇ છે જેમાં ભારતે પાંચ વિજય હાંસલ કર્યા છે. 2021માં યુએઇ ખાતે રમાયેલી વર્લ્ડ કપમાં પાકિસ્તાને આઇસીસી ઇવેન્ટમાં પ્રથમ વખત ભારત સામે વિજય હાંસલ કર્યો હતો.