¡Sorpréndeme!

5 વર્ષમાં 20 ચોપાર ક્રેશ, 50 જવાનો શહીદ થયા, કારણ શું?

2022-10-22 579 Dailymotion

દેશે વીતેલા 5 વર્ષમાં વિમાન દુર્ઘટનાઓમાં 50 બહાદુર સૈનિકો ગુમાવી દીધી છે. સૈન્ય પાસેના એટેક હેલિકોપ્ટર્સ એક પછી એક સર્જાતી દુર્ઘટનાઓમાં ગુમાવવાનો સિલસિલો હજી અટકી નથી રહ્યો. અરુણાચલપ્રદેશના સિયાંગ જિલ્લામાં શુક્રવારે સેન્યનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. તેમાં પાંચ સૈનિકોનાં મૃત્યુ થયા છે. એક સૈનિકનો મૃતદેહ શનિવારે મળી આવ્યો હતો. સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું કે ચીનને સ્પર્ષતી સરહદથી 35 કિ.મી.ના અંતરે ગાઢ જંગલમાંથી પાંચ સૈનિકોનાં મૃતદેહ મળી આવ્યા છે. એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (એએલએચ) ડબ્લ્યૂએસઆઇમાં બે પાઇલોટ સહિત પાંચ સૈન્ય નિયમિત સૈન્યકર્મી નિયમિત ઉડાન ભરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.