¡Sorpréndeme!

આયાતી ઉમેદવારો નહીં ચાલે, ઉપલેટાના જાહેર માર્ગો પર લાગ્યા બેનરો

2022-10-22 121 Dailymotion

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિધાનસભાના ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને પસંદ કરવા અને આયાતી ઉમેદવારને પસંદ ન કરવા બાબતને લઈ ઉપલેટા શહેરના જાહેર માર્ગો તેમજ જાહેર જગ્યાઓ પર ઉમેદવાર અંગેના બેનર લાગતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ભાજપ હોય કે કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારોની માંગને લઈને ઉપલેટા શહેરમાં બેનરો લાગ્યા છે. ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે સ્થાનિક ઉમેદવાર હોય તો લોકોના કામો પણ સમયસર થાય અને લોકોને હેરાન પણ ન થવું પડે. અગાઉની ચુંટણીઓમાં સ્થાનિક ઉમેદવાર ન હતા તે ઉમેદવારોની હાર થઈ હતી.