રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર અજાણ્યા કાર ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું. રાજકોટ જિલ્લાના નિલાખા ગામના 75 વર્ષિય બાવનભાઈ નથુભાઈ રાઠોડ સાયકલ લઈ કામ અર્થે જઈ રહ્યા હતા.