¡Sorpréndeme!

પવાર, ફડણવીસ અને મને સાથે જોઇ કેટલાંક લોકોની ઉંઘ ઉડી જશે: શિંદે

2022-10-20 1,499 Dailymotion

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી એકનાથ શિંદે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે એક મંચ પર દેખાયા હતા. બુધવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા આશિષ શેલાર સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ની ચૂંટણી પહેલા સ્પેશયલ ડિનરમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા શિંદેએ કહ્યું કે પવાર તેમની અને ભાજપના નેતાઓ સાથે મંચ શેર કરતા કેટલાક લોકોની ઊંઘ ઉડી શકે છે.

જો કે એકનાથ શિંદેએ કોઈનું નામ લીધું નથી પરંતુ તેમનું નિવેદન પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું હોવાનું માનવામાં આવે છે. શિંદેએ આ અવસર પર કહ્યું, 'પવાર, ફડણવીસ અને શેલાર એક જ મંચ પર કેટલાક લોકોની ઊંઘ હરામ કરી શકે છે. પરંતુ આ રાજકારણ કરવાની જગ્યા નથી. અમે બધા રમતના પ્રશંસક અને સમર્થકો છીએ. એટલા માટે અમે અમારા રાજકીય મતભેદો હોવા છતાં રમતના વિકાસ માટે સાથે આવ્યા છીએ.