¡Sorpréndeme!

ઈટલી અને ઈટાલિયા સરકારને બદનામ કરવાનું કામ કરે છે: કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબે

2022-10-18 191 Dailymotion

ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં ગૌરવ યાત્રાનું આયોજન કરાયું હતું. જેનું આજે સોમનાથમાં સમાપન થયું. ગૌરવ યાત્રાને લઈ વેરાવળ ખાતે જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબે ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં અશ્વિની ચોબેએ કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇટલી અને ઇટલીયા ભાજપ સરકારને બદનામ કરવાનું કામ કરે છે. આમ તેમણે કોંગ્રેસ અને આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં ભાજપ આનો કરારો જવાબ આપશે.