¡Sorpréndeme!

‘મનિષ સિસોદિયાની આવતીકાલે ધરપકડ કરાશે’ CBIના સમન્સ પર આમ આદમી પાર્ટીનો દાવો

2022-10-16 970 Dailymotion

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, મનીષ સિસોદિયાને ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા બદલ આવતીકાલે તેમની ધરપકડ કરવામાં આવશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આવતીકાલે સીબીઆઈએ બોલાવ્યા છે. મનીષ સિસોદિયાની ધરપકડને એક્સાઈઝ સાથે નહીં પરંતુ ગુજરાતની ચૂંટણી સાથે સંબંધ છે. તેમણે કહ્યું કે, સીબીઆઈ-ઈડીએ એક્સાઈઝ મમલે 500થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે પરંતુ કંઈ મળ્યું નથી. ભાજપના ઈશારે જેટલા ‘આપ’ નેતાઓની ધરપકડ કરવામાં આવશે, એટલી જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થશે.