¡Sorpréndeme!

હરિદ્વાર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની ધમકી, પત્રમાં ઘણા ધામોના નામ

2022-10-15 403 Dailymotion

ઉત્તરાખંડમાં હરિદ્વાર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર પોલીસને મળ્યો છે. આ દરમિયાન પોલીસમાં પણ નાસભાગ મચી જવા પામી છે. દરમિયાન એસપી (જીઆરપી) અરુણા ભારતીએ જણાવ્યું કે, પત્રમાં ઘણા સ્ટેશનો અને ધામોમાં બોમ્બ વિસ્ફોટની વાત કરવામાં આવી છે. અમે તેને ગંભીરતાથી લઈને કેસ નોંધ્યો છે. અમે ATS, BDS અને અમારા સ્ટાફની ટીમો તૈનાત કરી છે.
દરમિયાન બોંબથી ઈડાવી દેવાની ધમકીના પત્ર મળતાં જ પોલીસે પણ હરિદ્વાર રેલવે સ્ટેશન પર પહોંચી તપાસ આરંભી દીધી છે. સાથે જ મુસાફરોના સામાનોની પણ ચેકિંગ કરવામાં આવી છે. સ્ટેશનમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પણ તકેદારી લેવામાં આવી રહી છે.