¡Sorpréndeme!

ઔષધીય છોડની શોધમાં ગયેલા બે યુવકો ગુમ, ચીને બંધક બનાવ્યાની શંકા

2022-10-15 326 Dailymotion

અરુણાચલ પ્રદેશના બે યુવકો બેટીલમ ટિકરો અને બિઈંગસો મન્યુ ચીન સરહદ નજીકથી ગુમ થયા છે. આ અંગે માહિતી આપતાં અંજાવ જિલ્લાના પોલીસ અધિક્ષક રાયક કામસીએ જણાવ્યું હતું કે ઔષધીય છોડની શોધમાં ભારત-ચીન સરહદી વિસ્તારોમાં જતાં બે યુવકો ગુમ થયા હતા. તેના પરિવારજનોએ 9 ઓક્ટોબરે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અમે સેનાનો સંપર્ક કર્યો છે અને અમારું સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે. બેટીલમ ટિકરો અને બીંગસો મન્યુના પરિવારોને શંકા છે કે તેમને અરુણાચલ-ચીન સરહદ પર ચીની સૈનિકોએ બંધક બનાવ્યા છે.