¡Sorpréndeme!

અમદાવાદ મેટ્રોની સુંદરતા પર દાગ, શહેરીજનોને કોડીની કિંમત નથી

2022-10-15 3,116 Dailymotion

આખા રાજ્યમાં સૌપ્રથમ અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે. જાહેર પરિવહન માટે એએમટીએસ, બીઆરટીએસ પછી ત્રીજી સૌથી મહત્ત્વની આરામદાયક સુવિધા મળી હોવા છતાં કેટલાંય શહેરીજનોના દુર્વ્યવહારના કારણે મેટ્રોને દાગ લાગ્યો છે.

મેટ્રો ટ્રેનની શોભાને બટ્ટો લગાડતા હોય તેમ મોટેરા સ્ટેશનમાં રાન-મસાલાની પિચકારી મારી ગંદી કરી મૂકી છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલી સુવિધા જનતા માટે હોવા છતાં શહેરીજનોને તેની કોઇ કિંમત હોય તેમ લાગતું નથી. ઉત્તરથી દક્ષિણ રૂટ પરના મોટેરા સ્ટેડિયમ સ્ટેશન ખાતે પાનમસાલાની પિચકારીથી દીવાલોને રંગીન કરી દેવામાં આવી છે. ઠેર-ઠેર પિચકારી મારીને ગંદકી ફેલાવતાં મુસાફરો જોવા મળી રહ્યા છે.