¡Sorpréndeme!

‘રિમોટ કંટ્રોલ પ્રમુખ’ મુદ્દે મલ્લિકાર્જુન ખડગેનું મહત્વનું નિવેદન, ગેહલોતે આપ્યું સમર્થન

2022-10-13 618 Dailymotion

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો આગામી અધ્યક્ષ કોણ હશે તે અંગે નિર્ણય લેવાનો સમય હવે ખૂબ નજીક છે. કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગી માટે 17 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 19 ઓક્ટોબરે મતગણતરી બાદ પરિણામ આવશે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રમુખ પદ માટેના બંને ઉમેદવારો શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે પોતપોતાના પક્ષમાં ડેલિગેટ્સ મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ‘રિમોટ કંટ્રોલ પ્રમુખ’ મુદ્દે મલ્લિકાર્જુન ખડગેએ મહત્વનું નિવેદન આપ્યું છે. તો અશોક ગેહલોતે પણ ખડગેને ભારે સમર્થન આપવાની વાત કહી છે.